નરોડાના ધારાસભ્યએ પોતાના વિસ્તારમાં પોલીસની ઉદ્ધતાઈ અંગે ઘટતું કરવાની ખાતરી આપી - સીએમઓ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 2, 2021, 9:21 PM IST

અમદાવાદઃ નરોડા વિધાનસભા અંતર્ગત આવતા નોબલનગર વિસ્તારમાં 4 પોલીસ કર્મચારીઓ દ્વારા વેપારી પિતા પુત્રને બેરહેમીથી માર મારતા લોકોના ટોળાં એકઠાં થયાં હતાં. આ બનાવ સમગ્ર અમદાવાદમાં ચર્ચાનો વિષય બન્યો હતો. જેથી નરોડાના ધારાસભ્ય બલરામ થાવાણીએ આ મુદ્દે બોલતાં કહ્યું હતું કે, આ ઘટનામાં ચોક્કસ જ વાંક પોલીસનો છે. તેમણે આ અંગે જે-તે પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટરને જવાબદાર પોલીસકર્મીઓ સામે પગલાં લેવાની તાકીદ કરી છે. તેઓ આ બનાવ અંગે શહેર પોલીસ કમિશ્નર સાથે પણ વાત કરશે. માસ્કના મુદ્દે આ ઝઘડો થયો હતો. પોલીસકર્મીઓએ નશો કરેલો હોવાની પણ આશંકા છે. ફરિયાદી દ્વારા પોલીસ સ્ટેશનમાં ચાર પોલીસકર્મીઓ વિરુધ્ધ ફરિયાદ નોંધાશે. આ ઘટનાને લઈને તેઓ દુઃખી છે અને આ અંગે રાજ્યના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાનું પણ જરૂર જણાયે ધ્યાન દોરશે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.