શોપિયામાં મુસ્લિમોએ કાશ્મીરી પંડિત મહિલાને આપી કાંધ, જુઓ વીડિયો - Muslims perform last rites of Hindu in JK

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 3, 2022, 6:56 AM IST

Updated : Sep 3, 2022, 8:29 AM IST

જમ્મુ અને કાશ્મીર ઘાટીમાં મુસ્લિમોએ સાંપ્રદાયિક સૌહાર્દ અને માનવતાનું ઉદાહરણ સ્થાપિત કર્યું છે. તેમણે શોપિયાં જિલ્લામાં સ્થાનિક કાશ્મીરી હિન્દુ મહિલા 75 વર્ષીય ચુન્ની દેવીના અંતિમ સંસ્કાર કર્યા હતા. કાશ્મીરી મુસ્લિમો તેમના મૃતદેહને તેમના ખભા પર લઇને સ્મશાનભૂમિ સુધી લઈ ગયા હતા. આ સાથે ચિતાની સળગાવવા માટે જરૂરી લાકડા અને અન્ય સામગ્રી પણ આપવામાં આવી હતી. મહિલાના મૃત્યુ પર મુસ્લિમોએ શોક વ્યક્ત કર્યો હતો. એક સ્થાનિક મુસ્લિમે કહ્યું કે અમે એકબીજાના દુખ વહેંચતા હતા અને એકબીજાના ઘરે જતા હતા. અમે સાથે ખાઈએ છીએ અને સાથે રહીએ છીએ. દક્ષિણ કાશ્મીરમાં હંમેશા હિન્દુ-મુસ્લિમ ભાઈચારો રહ્યો છે. last rites of Shopian local Hindu performed by Muslims, Hindu Muslim Unity in Jammu and Kashmir, Muslims perform last rites of Hindu in JK
Last Updated : Sep 3, 2022, 8:29 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.