વડોદરા પીપલ્સ મ્યુઝિક હેરિટેજ ફેસ્ટીવલ અંતર્ગત વિશ્વામિત્રી ઘાટે સંગીત સંધ્યાનું આયોજન કરાયું - વડોદરા સમાચાર

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 24, 2021, 9:49 AM IST

વડોદરા: વડોદરા પીપલ્સ હેરિટેજ ફેસ્ટીવલ (Vadodara Peoples Music Heritage Festival) અંતર્ગત ભૂમિ વાદ્યમના શીર્ષક હેઠળ વિશ્વામિત્રી ઘાટે સંગીત સંધ્યાનું આયોજન ( Music Evening organized at Vishwamitri Ghat) કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ વિશ્વામિત્રી નદી, પ્રકૃતિ અને તેની આસપાસ ફરતા જીવનને સમર્પિત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સંગીત શહેરના 10 યુવા સંગીતકારો દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. ખાસ તો કલાકારો દ્વારા હાથેથી બનાવેલા માટીના વાદ્યો બનાવવામાં આવ્યા હતા, જેનો ઉપયોગ કરીને સંગીત સંધ્યામાં ધૂમ મચાવી હતી. કાર્યક્રમના તમામ ગીતો પર્યાવરણને અનુરૂપ તથા સામાજિક વિષયોને લાગતા ગીતોને પ્રસ્તુત કરાયા હતા. શહેરીજનો દ્વારા પણ સારો એવો આવકાર પ્રાપ્ત થયો અને લોકોના સહકારથી સંગીત સંધ્યા ખૂબ જ ઉલ્લાસપૂર્ણ સંપન્ન થઈ હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.