જામનગર જિલ્લા પંચાયતમાં ભાજપની જીત બાદ સાંસદ પૂનમ માડમ અને જિલ્લા પ્રમુખે આપી પ્રતિક્રિયા - jamnagar district president
🎬 Watch Now: Feature Video

જામનગર : આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મત ગણતરી ચાલી રહી છે, ત્યારે જામનગર જિલ્લા પંચાયતમાં 24માંથી 14 બેઠક પર ભાજપની જીત થઇ છે. કોંગ્રેસને 4 અને અન્ય પક્ષને 1 બેઠક મળી છે. જ્યારે 5 બેઠક માટે મત ગણતરી ચાલી રહી છે. આ જીત બાદ ભાજપ સાંસદ પૂનમ માડમ અને જામનગર જિલ્લા પ્રમુખ રમેશ મુગરાએ જનતાનો અને ભાજપ કાર્યકરોનો આભાર માન્યો હતો અને વિકાસના કામોને આગળ ધપાવશે તેવું આશ્વાસન આપ્યું હતું.