વાનર અને બાળકીનો પ્રેમ જોઈને તમે દંગ રહી જશો - બિલાસપુરમાં વાંદરાના પ્રેમનો વીડિયો વાયરલ થયો
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-15695167-thumbnail-3x2-bilaspurjpg.jpg)
બિલાસપુરમાં 5 મહિનાની બાળકીને વહાલ કરતી માદા વાનરનો વીડિયો સોશિયલ મીડિયા (Bilaspur Monkey Video Viral) પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, કેવી રીતે માદા વાનર બાળકીને સ્નેહ કરી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, દરરોજ લગભગ 5 કલાક સુધી માદા વાનર બાળકીને ગળે લગાવીને સૂવે છે. વીડિયો બિલાસપુર જિલ્લાના કોટા વિસ્તારના ખરગના ગામનો છે. નરેન્દ્ર કુમાર ઉઇકેની પાંચ માસની પુત્રી નિધિ ઘરના આંગણામાં રાખેલા પલંગ પર ગાઢ નિંદ્રામાં સૂતી હતી. તે જ સમયે, એક માદા વાનર નિધિની નજીક પહોંચી અને છોકરીને સ્નેહ કરતી વખતે તે તેની છાતી પર હાથ રાખીને સૂઈ ગઈ હતી. ત્યારે દ્રશ્ય એવું હતું કે માદા વાનર ગળે લગાવીને સૂઈ રહી હતી. તે જ સમયે બાળકીના પરિવારજનો આ નજારો જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા. જ્યારે પરિવારના સભ્યો બાળકીને માદા વાનરથી દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે માદા વાનર આક્રમક બની ગઈ હતી. માદા વાનરને કોઈ નુકસાન થયું નથી. બાદમાં કાનન ઝૂમાંથી રેસ્ક્યુ ટીમને બોલાવ્યા બાદ માદા વાનરને બાળકીથી સુરક્ષિત રીતે અલગ કરવામાં આવી હતી અને માદા વાનરને પકડીને ઘરમાંથી બહાર કાઢવામાં આવી હતી.