રાજકોટમાં ફેસબુક પર મિત્રતા કરી યુવતી સાથે આચર્યું દુષ્કર્મ - crime news in rajkot
🎬 Watch Now: Feature Video

રાજકોટ : રાજકોટના યુનિવર્સિટી પોલીસ મથકમાં એક યુવતી દ્વારા પોલીસ ફરિયાદ નોંધવાઇ છે. જેમાં તેણે જણાવ્યું છે કે જામનગરના જયદીપ દેવાયતભાઈ ડવ નામના ઈસમ સાથે ફેસબુક પર વાતચીત થતી હતી. અને ત્યારબાદ પ્રેમસંબંધ બંધાયો હતો. જો કે,જયદીપ પોતે યુવતીને અપરિણીત હોવાનું જણાવ્યું હતું.પરંતુ યુવતીએ જયદીપને લગ્ન કરવાની વાત કરતા તે વાત ટાળતો હતો.જો કે, યુવતીએ જયદિપનો મોબાઈલ ચેક કરતા તે અન્ય યુવતીઓ સાથે સંબંધ ધરાવતો હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને યુવતીએ પોલીસ ફરિયાદ કરી હતી.