ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતીને લઈ ગાંધીનગરમાં ગુજરાત સરકાર દ્વારા ઉજવણીનો કાર્યક્રમ ભાગ-2 - મહાત્મા મંદિર
🎬 Watch Now: Feature Video
ગાંધીનગર: રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતીને લઈ સમગ્ર રાજ્યમાં ગુજરાત સરકાર દ્વારા ઉજવણીનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. જે અંગે થઈ આજે શનિવારે ગાંધીનગર મહાત્મા મંદિરમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કસુંબીનો રંગ ઉત્સવનું આયોજન થયું હતું. જેમાં જાણીતા કલાકારોએ ઝવેરચંદ મેઘાણીની કવિતાઓને વાગોળી હતી. કાર્યક્રમમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી, તેમના પત્ની અંજલિ રૂપાણી, ઝવેરચંદ મેઘાણીના પરિવારના સભ્ય પીનાકી મેઘાણી, સરકારના સચિવો, જાણીતા કલાકારો ભીખુદાન ગઢવી, કીર્તિદાન ગઢવી, ઓસમાન મીર, કિંજલ દવે સહિત અલગ અલગ આમંત્રિત લોકો હાજર રહ્યા હતા.