વડોદરા: વડોદરા હરણી બોટકાંડની ગોઝારી ઘટનાને એક 1 પૂર્ણ થવાની આરે આવ્યું છતાં સરકાર દ્વારા દોષિતો સામે આજ દિન સુધી કોઈ પગલા નહીં ભરાતાં મૃતકોના પરિવારોને પણ કોઈ વળતર નહીં ચૂકવાતા વાલીઓએ આજે કલેકટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા અને કલેકટરને વહેલી તકે ન્યાય અપાવવા ઉગ્ર રજૂઆત કરી હતી.
18 જાન્યુઆરી 2024ના રોજ વડોદરા શહેરમાં એક ગોઝારી ઘટના હરણી તળાવમાં બની હતી. જેમાં 12 જેટલા માસુમ બાળકો સહિત અને બે શિક્ષિકાઓ મોતને ભેટ્યા હતા. જે ખૂબ જ દુ:ખદ ઘટના બની હતી. જે ઘટનાને આજે એક વર્ષ પુર્ણ થવાની આરે છે. ત્યારે છતાં પણ આજ દિન સુધી કોઈ ન્યાય મળ્યો નથી. હાઇકોર્ટે કલેકટરને સૂચનો કર્યા હતા કે આ કેસમાં તપાસ કરી કાર્યવાહી કરવી અને વળતર નક્કી કરવું. કોર્ટે વળતર આપવાનું કહ્યું છે પણ કેટલું આપવાનું છે તે નક્કી નથી. અને તેનાથી આજદિન સુધી ભોગ બનનારા બાળકોને કોર્પોરેશન કે કોટયાર્ક કંપનીએ કોઇ વળતર આપ્યું નથી.
કોટયાર્ક કંપનીના ડાયરેકટરને નજીવી રકમનો 30 વર્ષનો કોન્ટ્રાક્ટ
સમગ્ર આ ઘટનાને પગલે મુખ્યમંત્રી તાત્કાલિક વડોદરા દોડી આવ્યા હતા. જે તે સમયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે. તે સમયે 15 દિવસમાં કલેકટરને રિપોર્ટ સબમિટ કરવા જણાવ્યું હતું. આ અંગે જે-તે સમયે કલેક્ટરે જવાબ આપવામાં મોડું કર્યું હતું. આ ઘટના બની અને જે-તે સમયે કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો. તે સમયે મ્યુનિસિપલ કમિશનર વિનોદ રાવ હતા. સ્ટેન્ડીંગમાં ડો. જીગીશાબેન શેઠ હતા અને મેયર તરીકે ભરત ડાંગર. રાજકીય વગ ધરાવતા કોટયાર્ક કંપનીના ડાયરેકટર પરેશ શાહને માત્ર 3 લાખ રુપિયા જેટલી નજીવી રકમનો 30 વર્ષનો કોન્ટ્રાક્ટ કરી આપ્યો હતો. જે રકમથી શું આ પ્રોજેક્ટનું મેન્ટેન્સ પણ ન થઈ શકે.
બોટકાંડને એક વર્ષ પૂર્ણ થવાની આરે ! છતાં દોષિતોને કોઈ સજા નહીં
વડોદરા ખાતે 18 જાન્યુઆરી 2024ના રોજ હરણી બોટકાંડમાં ભોગ બનનાર બાળકોના માતા-પિતા અને પરિવારજનોએ આજે જિલ્લા કલેકટર કચેરી ખાતે હોબાળો મચાવ્યો હતો અને પોતાનો રોષ ઠાલવ્યો હતો. તેઓએ કલેકટર કચેરીએ પહોંચી પરિવારજનોએ પોતાની વેદના વ્યક્ત કરી હતી. ઉપસ્થિત વાલીઓ એ જણાવ્યું કે, હરણી બોટકાંડને આજે એક વર્ષ પૂર્ણ થવા આવ્યું છે. પરંતુ હજી સુધી આ દોષિતોને કોઈ નથી સજા થઈ કે પરિવારોને કોઈપણ જાતનું વળતર પણ ચૂકવવામાં આવ્યું નથી. માત્ર અને માત્ર સરકારો દ્વારા આવા કોન્ટ્રાક્ટરો અને વહીવટદારોને છાવરવામાં આવતા હોય તેવું લાગી રહ્યું છે. આ સમગ્ર ઘટનામાં કેટલાક પરિવારો પોતાના બાળકોને ગુમાવ્યા બાદ પણ તેઓના આંસુ સુકાયા નથી.
આ પણ વાંચો: