અમદાવાદઃ BZ કૌભાંડના મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા વિશે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ભૂપેન્દ્ર ઝાલાને આજે ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ભૂપેન્દ્ર ઝાલાની રિમાન્ડ પૂર્ણ થતા ભૂપેન્દ્ર ઝાલાની જેલના હવાલે કરવામાં આવ્યો.
અગાઉ ભૂપેન્દ્રસિંહ ઝાલાની સાત દિવસની રિમાન્ડ પૂરા થઈ જતા આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં CID ક્રાઈમેં વધુ છ દિવસના રિમાન્ડની માંગ કરી હતી પરંતુ કોર્ટે આરોપીના ત્રણ દિવસની રિમાન્ડ મંજૂર કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, રાજ્યના લોકોને વધુ વળતર આપવાની લોભામણી લાલચ આપીને પોન્ઝી સકીમમાં રોકાણ કરાવીને 6 હજાર કરોડનું કૌભાંડ બી ઝેડ ગ્રુપના માલિક ભૂપેન્દ્ર ઝાલાએ કર્યું હોવાનો ઉહાપોહ હતો જોકે કોર્ટે જ આ મામલામાં સવાલ કર્યો હતો કે 6 હજાર કરોડનો આંકડો આવ્યો ક્યાંથી? મામલો સામે આવ્યાના એક મહિના પછી મહેસાણા જિલ્લામાં એક ફાર્મ હાઉસમાંથી સીઆઇડી ક્રાઈમ દ્વારા ભૂપેન્દ્રઝાલાની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ આરોપી ભૂપેન્દ્ર ઝાલાના સાત દિવસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.
રિમાન્ડ પૂર્ણ થતા આજે ભૂપેન્દ્ર ઝાલાને અમદાવાદની ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કોર્ટમાં આગળની તપાસ માટે 6 દિવસથી રિમાન્ડની માંગ કરી હતી પરંતુ કોર્ટ દ્વારા આરોપીની 3 દિવસની રિમાન્ડ મંજૂર કરી હતી. હવે આ રિમાન્ડ પૂર્ણ થતા આજે વધુ રિમાન્ડમાં આવતા કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીનો હુકમ કર્યુો હતો. હાલ CID Crime દ્વારા B.Z ગ્રુપની પ્રાંતિજમાં જે જગ્યાએ ઓફિસ છે તેની આસપાસ જેટલી દુકાનો આવેલી છે તે લોકોના પણ નિવેદન લેવામાં આવ્યું છે.
BZ કૌભાંડમાં મામલે સીઆઇડી ક્રાઇમ અત્યાર સુધી સાત આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં મુખ્ય આરોપી એજન્ટ મયુર દરજી, વિશાલ સિંહ ઝાલા, દિલીપ સોલંકી, સંજય પરમાર, રાહુલ રાઠોડ રણવીર સિંહ ચૌહાણનો સમાવેશ થાય છે.