ભરૂચઃ કબીરવડ ભરૂચ ખાતે આજે મોરારી બાપુની રામકથા માટે મોટી સંખ્યામાં મેદની ઉમટી છે. બુધવારે યોજાયેલી આ કથામાં તેમણે હાલમાં દેશ દુનિયામાં ચકચારી બનેલા HMPV વાયરસ અંગે વાત કરી છે. તેમણે HMPV વાયરસથી ન ડરવા અને બહુ સાવધાન રહેવાની લોકોને ટકોર કરી છે.
ઉલ્લેખનીય છે કે, આજે બુધવારે ભરૂચના કબીર વડ ખાતે મોરારી બાપુ દ્વારા કહેવાતી રામકથા માટે લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે. આ સંખ્યામાં લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. દરમિયાન મોરારી બાપુએ લોકોને HMPV વાયરસથી સાવધાન રહેવાની વાત કરી હતી. તેમણે લોકોને બહુ હાથ ના મિલાવવા અને વધુ ના ડર રાખવા અંગે વાત કરી છે.
મોરારી બાપૂએ આજે તેમની રામકથા દરમિયાન ઉપસ્થિત શ્રદ્ધાળુઓને નવા HMPV વાયરસથી ડરવાનું નહીં, પરંતુ સાવચેતી રાખવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું હતું કે, આ વાઇરસના બે કે ત્રણ જ કેસ જોવા મળ્યાં છે અને તે ભયંકર પણ નથી, પરંતુ પૂરતી સાવધાની રાખવી જરૂરી છે. અગાઉ કોરોનાએ કેટલાને મારી નાખ્યા, નાના નાના જંતુઓ જ હતાને, હવે નવું જંતુ આવ્યું છે. આજના છાપામાં છે. મારી જનતાને પ્રાર્થના છે, સરકાર તો કરે જ છે હું પણ આપને આગાહ કરું છું, તેનાથી બહુ સાવધાન રહેજો. હજી તો બે ત્રણ કેસ જ મળ્યા છે અને એટલું બધું ભયંકર છે પણ નહીં, ડરવાની જરૂર નથી. પરંતુ, બહુ બધાની સાથે હાથ ના મિલાવવો. તેમણે ખાલી સલામ કરવાની આદત રાખવા કહ્યું હતું.