ફટાકડાની દુકાનમાં આગ લાગતા લાખો રૂપિયાનો માલ ખાખ - Surat Fire Accident
🎬 Watch Now: Feature Video
સુરત શહેરના રાંદેર વિસ્તારમાં આવેલી (Surat Fire Accident) ફટાકડાની એક દુકાનમાં રવિવારે સવારના સમયે આગ લાગી હતી. રામનગર વિજય ગારમેન્ટ પાસે આવેલ જાણીતી દુકાન CK કેરેકરસમાં આગ લાગતા (Fire Accident in Crackers Shop Surat) દોડધામ મચી ગઈ હતી. જોકે ફાયર વિભાગને જાણ કરતા જ ફાયર વિભાગની 4 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પોહચી આગ ઉપર (Surat Fire Department) કાબુ મેળવ્યો હતો. આ આગ સવારે 10:30 વાગ્યાં ની આસપાસ લાગી હોવાનું મનાય રહ્યું છે. રાંદેર અને પાલનપુર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હાલ આગ ઉપર સંપૂર્ણપણે કાબુ મેળવી લેવામાં આવ્યો છે. આ ઘટનામાં કોઈ પ્રકારની જાનહાનિ થઈ નથી.