ગણવેશ અને પુસ્તકની રકમ ન મળતા તલવાર સાથે શાળાએ પહોંચ્યો શખ્સ - Man Reached School With Sword

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 8, 2022, 6:50 PM IST

બિહારના અરરિયામાં એક વ્યક્તિ તલવાર લઈને શાળાએ પહોંચ્યો (Man Reached School With Sword). પુત્રના શાળા ગણવેશ અને પુસ્તકની રકમ ન મળવાથી તે નારાજ હતો. મામલો જોકીહાટ બ્લોકની ભગવાનપુર પંચાયતનો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા (Araria Viral Video) પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે લુંગી પહેરેલ એક વ્યક્તિ હાથમાં તલવાર લઈને શિક્ષકો સાથે દુર્વ્યવહાર કરી રહ્યો છે. જ્યારે તે શાળાએ પહોંચ્યો ત્યારે તે દરમિયાન બાળકોના વર્ગો ચાલુ હતા. તેણે શાળાના મુખ્ય શિક્ષક અને શિક્ષકોને ધમકી આપી છે કે જો તેના બાળકને 24 કલાકમાં યુનિફોર્મ અને પુસ્તકની રકમ નહીં મળે તો તે ફરીથી આવી જશે. ઘટના બાદ શાળાના શિક્ષકો અને બાળકોમાં ગભરાટ ફેલાયો છે. આ અંગે શાળાના મુખ્ય શિક્ષકે ડીઈઓને ફરિયાદ કરી છે. જુઓ વિડિયો....

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.