દારૂડીયાની નફ્ફટાઈ: બિહારમાં ડ્રાઈવરે દારૂ પીવા માટે ટ્રેન રોકી, પછી જે થયુ... - Driver stopped train in bihar to consume liquor
🎬 Watch Now: Feature Video
સમસ્તીપુરઃ બિહારમાં દારૂબંધીમાં (Liquor Ban in Bihar) ન તો દારૂનું વેચાણ બંધ થઈ રહ્યું છે અને ન તો દારૂડિયાઓની હિંમત તૂટી રહી છે, તેથી જ લોકો દારૂ પીને જેલની હવા ખાઈ રહ્યા છે. કેટલાક દારૂડીયાઓ એટલા ઉદ્ધત છે કે, તેઓ પોલીસને ખુલ્લો પડકાર ફેંકવા લાગ્યા છે. તાજેતરનો મામલો બિહારના સમસ્તીપુરથી સામે આવ્યો છે. જિલ્લાના હસનપુર રેલ્વે સ્ટેશન પર એક વિચિત્ર સ્થિતિ બની જ્યારે ડ્રાઈવરે દારૂ પીવા માટે બિહારમાં ટ્રેન રોકી. (Driver stopped train in bihar to consume liquor ) આ દરમિયાન સ્ટેશન પર એક કલાક સુધી હોબાળો થયો હતો. આખરે અન્ય ડ્રાઈવર સાથે ટ્રેનને રવાના કરવામાં આવી હતી.
Last Updated : May 3, 2022, 7:45 PM IST