Junagadh Lion Attack: જૂનાગઢના આજક ગામમાં અચાનક ઘુસ્યા સિંહો - વન વિભાગ જૂનાગઢ
🎬 Watch Now: Feature Video
જૂનાગઢ: માંગરોળ તાલુકાના રેવન્યુ વિસ્તાર તેમજ દરિયાકીનારાના જંગલ વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી સિંહ, દિપડા સહીતના વન્ય પ્રાણીઓનો વસવાટ જોવા મળી રહ્યો છે, જેમાં આજ દિવસ સુધી કોઇ વ્યક્તિ ઉપર હુમલો (Junagadh Lion Attack) થયાની આ પ્રથમ ઘટના સામે આવી છે. આજક ગામે એક ખેડૂત ખેતરમાં પાણી વાળતો હતો, ત્યારે અચાનક સિંહે તેના ઉપર હુમલો કરતા તે વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો. જે બાદ આજુબાજુના લોકો એકઠા થતાં સિંહ ભાગી ગયો હતો. આ બાબતની માંગરોળના વન વિભાગને જાણ કરતાં હાલ આ વન વિભાગ (Forest Department Junagadh) ઘટના સ્થળે પહોચી સિંહની તપાસ શરૂ કરી છે.
Last Updated : Jan 3, 2022, 1:53 PM IST