લીંબડી વિધાનસભા પેટા ચૂંટણીના ભાજપના ઉમેદવાર કિરિટસિંહ રાણાએ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું - લીંબડી
🎬 Watch Now: Feature Video
સુરેન્દ્રનગર : લીંબડી વિધાનસભા પેટા ચૂંટણીના ભાજપના ઉમેદવાર કિરિટસિંહ રાણાએ ગુરૂવારે લીંબડી સેવા સદન ખાતે બપોરે 12 અને 39 કલાકે વિજય મુહૂર્તમાં પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. કોરોના મહામારીને કારણે મર્યાદિત હોદ્દેદારની હાજરીમાં તેમને ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. જે દરમિયાન કૃષિ પ્રધાન આર. સી. ફળદુ, ધારાસભ્યો સહિત ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા.