પોરબંદરના પૌરાણિક બહુચરાજી મંદિરમાં 30 KG લાડુથી ગોખ ભરવાનો ઉત્સવ યોજાયો - Laddu Gokha Filling Festival
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-11086068-thumbnail-3x2-final12.jpg)
પોરબંદર : શહેરમાં આવેલા પૌરાણિક બહુચરાજીના મંદિરમાં ભક્તો દ્વારા 30 કિલો લાડુથી માતાજીના ગોખ ભરવાનો ઉત્સવ યોજાયો હતો. આ ઉત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે આનંદના ગરબા અને પાઠ પણ ભક્તોએ કર્યા હતા. બહુચરાજીના મંદિર અનેક લોકોની આસ્થાનું કેન્દ્ર છે. અહીં માતાજીની મૂર્તિ નહીં, પરંતુ જયકર યંત્રની પૂજા કરવામાં આવે છે. શ્રદ્ધાળુઓની માનતા પૂર્ણ થયા બાદ શ્રદ્ધાળુઓ દ્વારા ગોખ ભરવાના ઉત્સવનું આયોજન કરવામાં આવે છે.