ભરૂચમાં મેઘ મહેરઃ ભરૂચથી પસાર થતી કીમ નદી ગાંડીતુર, આસપાસના ગ્રામજનોને કરાયા એલર્ટ - કીમ નદી ગાંડીતુર
🎬 Watch Now: Feature Video
ભરૂચઃ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ટ્રાયબલ બેલ્ટ પર આવેલા વાલિયા અને નેત્રંગ પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે વાલિયા નજીકથી પસાર થતી કીમ નદીમાં નવા નીરની આવક થઇ છે. કીમ નદીમાં નવા નીર આવતા નદી બે કાંઠે વહી રહી છે જેના પગલે લુણા ગામથી અન્ય 7 ગામને જોડતા પુલ પર નદીના પાણી ફરી વળ્યા હતા. વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો. કીમ નદીનું જળ સ્તર વધતા તંત્ર દ્વારા આસપાસના ગ્રામજનોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે.