વરસાદને કારણે હોગેનક્કલ ધોધ થયો અદૃશ્ય - હોગેનક્કલ વોટર ફોલ્સ
🎬 Watch Now: Feature Video
કર્ણાટક: ભારે વરસાદને કારણે કાવેરી નદીમાં ઉછાળો આવ્યો છે. જેના કારણે તમિલનાડુના ચામરાજનગર જિલ્લા અને ધર્મપુરી જિલ્લાની સરહદ પર સ્થિત હોગેનક્કલ ધોધ (Hogenakkal Water Falls) સંપૂર્ણપણે ગાયબ થઈ ગયો છે. ધોધનું નામો નિશાન દેખાતું નથી અને અહીં ચારે બાજુ પાણી જ પાણી છે. તમિલનાડુમાં જ્યાંથી ધોધ દેખાય છે ત્યાં પ્રવાસીઓની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. નદી કિનારે વસેલા ગામો પર પૂરનો ભય મંડરાઈ રહ્યો છે. એટલું જ નહીં, હોગેનક્કલ અને ગોપીનાથધામ વચ્ચેનો પુલ પણ ડૂબી ગયો છે, જેના કારણે અહીં વાહનોની અવરજવર ખોરવાઈ ગઈ છે.