જૂનાગઢની 5 વર્ષની બાળકીએ કર્યા અદ્ભુત યોગ, વીડિયો જોઈને તમે પણ કહેશો કે... - 5 year old girl doing wonderful yoga

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 21, 2022, 11:39 AM IST

જૂનાગઢની પાંચ વર્ષની બાળકી ઈશાએ આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International yoga day 2022) નિમિત્તે જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરના સત્સંગ હોલમાં આયોજિત (junagadh yogaday celebration) જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં અદ્ભુત કહી શકાય તે પ્રકારે યોગ પ્રક્રિયામાં સામેલ થઈ (5 year old girl doing wonderful yoga) હતી. પાંચ વર્ષની ઈશા જે રીતે યોગ ક્રિયામાં પોતાની જાતને સહજતાથી અને સરળતાથી જોડી રહી છે, તે જોતા સૌ કોઈ ઈશા તરફ ખેંચાઇ આવતા હતા. પાંચ વર્ષની નાની ઉંમરે યોગ ક્રિયામાં અને તે પણ યોગના નિયમ મુજબ સૂચવવામાં આવેલા આસનો કરીને પાંચ વર્ષની ઈશાએ આજે સૌ કોઈનું દિલ જીતી લીધું હતું. આજે વહેલી સવારે 6:00 ઈશા યોગ માટે નિર્ધારિત કરેલા સત્સંગ હોલમાં તેના માતા-પિતા સાથે પહોંચી ગઈ હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.