નવી દિલ્હી: રેલવે મંત્રાલય સાથે મળીને IIT મદ્રાસે હવે ભારતનો પ્રથમ હાઇપરલૂપ ટેસ્ટ ટ્રેક વિકસાવ્યો છે, જે 422 મીટર લાંબો છે અને હાઇ-સ્પીડ ટ્રેનને નજીકની વેક્યૂમ ટ્યુબમાં 1,000 કિમી/કલાકની ઝડપે મુસાફરી કરવાની મંજૂરી આપે છે. ઉદા. તરીકે, અમદાવાદથી રાજકોટનું અંતર 215 કિલોમીટર છે. હાઇપરલૂપ માત્ર 22 મિનિટમાં આટલુ અંતર કાપી શકે છે.
X પર સમાચાર શેર કરતા, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે લખ્યું કે, સરકાર-શૈક્ષણિક સહયોગ ભવિષ્યના પરિવહનમાં નવીનતાને પ્રોત્સાહન આપી રહ્યું છે.
રેલ્વે મંત્રાલય દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ આ પ્રોજેક્ટનું નિર્માણ IIT મદ્રાસ કેમ્પસમાં કરવામાં આવ્યું છે.
The hyperloop project at @iitmadras; Government-academia collaboration is driving innovation in futuristic transportation. pic.twitter.com/S1r1wirK5o
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) February 24, 2025
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, 422 મીટરનો પહેલો પોડ ટેક્નોલોજીના વિકાસમાં ઘણો આગળ વધશે. મને લાગે છે કે હવે સમય આવી ગયો છે જ્યારે પ્રથમ બે 10 લાખ ડોલરની ગ્રાન્ટ પછી, 10 લાખ ડોલરની ત્રીજી ગ્રાન્ટ IIT મદ્રાસને હાઇપરલૂપ પ્રોજેક્ટને આગળ વધારવા માટે આપવામાં આવશે. રેલવે ટૂંક સમયમાં પ્રથમ કોમર્શિયલ પ્રોજેક્ટ શરૂ કરવાની યોજના બનાવી રહ્યું છે.
હાઇપરલૂપ ટ્રેક શું છે?
પાંચમાં પરિવહન મોડ તરીકે વ્યાખ્યાયિત, હાઇપરલૂપ એ લાંબા અંતરની મુસાફરી માટે હાઇ-સ્પીડ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ છે. આ વેક્યૂમ ટ્યુબમાં ખાસ કેપ્સ્યુલ્સ દ્વારા ટ્રેનને ખૂબ જ ઊંચી ઝડપે મુસાફરી કરવાની મંજૂરી આપે છે.
એક અધિકૃત અખબારી યાદીમાં કહેવાયું હતું કે તેમાં વેક્યૂમ ટ્યુબની અંદર ઇલેક્ટ્રોમેગ્નેટિકલી લેવિટેડ પોડનો સમાવેશ થાય છે, જે ઘર્ષણ અને હવાના પ્રતિકારને દૂર કરે છે અને સંભવિત રીતે પોડને મૈક 1.0 સુધીની ઝડપે પહોંચવા દે છે. પ્રમાણભૂત દિવસે એક મૈક દરિયાની સપાટી પર આશરે 761 માઇલ પ્રતિ કલાક છે.
હાયપરલૂપ તેના હવામાન પ્રતિકાર, ટકરાવ-મુક્ત ગતિશીલતા દ્વારા વર્ગીકૃત કરવામાં આવશે. જે વિમાનથી બમણી ઝડપે આગળ વધી શકે છે, ઓછી વિજળીના વપરાશ અને 24-કલાકના સંચાલન માટે એનર્જી સ્ટોરેજની સાથે.
આ પણ વાંચો: