કચ્છ: ગાંધીધામ જી.આઈ.ડી.સી વિસ્તારમાં આવેલા બ્લુડાર્ટ કુરીયર સર્વિસની ઓફીસમાં આવેલ પાર્સલોની આડ ગેરકાયદેસર રીતે ગાંજાની હેરાફેરી કરાતી હોવાનો ખુલાસો થયો છે. 140 પેકેટમાં ગેરકાયદેસર રીતે નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો રાખીને પાર્સલ બોક્ષ મોકલાયા હોવાની બાતમી આધારે પોલીસે તપાસ કરતા તેમાંથી 140 કિલોથી વધુ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.
કુરીયર દ્વારા ગાંજાની હેરફરનો પ્રદાર્ફાસ
ગાંધીધામમાં આવેલી આ કુરિયર કંપનીમાં આવેલા પાર્સલ બોક્ષ મેળવવા માટે આવેલા શખ્સ દ્વારા પાર્સલ બોક્ષ ન છોડાવવાની માહિતી બાદ પોલીસને શંકા ગઇ હતી. જેથી આરોપી ગાંધીધામ શહેર છોડી બસ મારફતે નાસી જવાની ફિરાકમાં હોવાનું ટેકનિકલ સર્વેલન્સ આધારે તપાસ દરમ્યાન જણાઈ આવતા પોલીસ ટીમ દ્વારા આ ગેરકાયદેસર રીતે પાર્સલમાં ગાંજો લાવનાર આરોપીને પકડી પાડી બ્લુડાર્ટ ઓફીસમાં પંચોની હાજરીમાં મળી આવેલ નશીલા પદાર્થ ગાંજો વજન 140 કિલો 600 ગ્રામનો જથ્થો કબ્જે કર્યો હતો અને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. તો અગાઉ પણ ગાંધીધામ વિસ્તારમાં કુરીયર દ્વારા ગાંજાની હેરફરનો પ્રદાર્ફાસ થયો હોવાથી પોલીસે તેમાં ઉંડી તપાસ કરી હતી.

ગાંધીધામના કરણ ઉર્ફે શ્યામનુ નામ પણ આ મામલે સામે આવ્યું
પોલીસે આ મામલે બિહારના 28 વર્ષીય ધનચંદકુમાર લખનલાલ પંડીતની ધરપકડ કરી છે. જ્યારે ગાંધીધામના કરણ ઉર્ફે શ્યામનુ નામ પણ આ મામલે સામે આવ્યુ છે. પોલીસે 14 લાખના ગાંજા સહિતનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ આંરભી છે. આ કામગીરીમાં ગાંધીધામ બી-ડીવીઝનનનો પોલીસ સ્ટાફ જોડાયો હતો.
કચ્છમાં ગાંજાની હેરફેર કુરીયરમા થતી હોવાના કિસ્સાઓ
પૂર્વ કચ્છમાં તાજેતરમાં સામે આવેલા બે કિસ્સામાં ગાંજાની હેરફેર માટે કુરીયરના ઉપયોગનો પ્રર્દાફાસ થયો છે. આ પહેલા પૂર્વ કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ગાંધીધામની એક કુરીયર ઓફીસમાં કાર્યવાહી કરીને 7 ફેબ્રુઆરીએ ઓરીસ્સાથી આવેલા એક પાર્સલ સાથે બે વ્યક્તિની અટકાયત કરી હતી. જે મામલે બે શખ્સોના નામ સામે આવ્યા હતા. એસઓજીએ 14 કિલો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો. તો તે બાદ ભુજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા મુન્દ્રામાં 14 તારીખે ઉમીયાનગર વિસ્તારમાં આવેલી કુરીયર કંપનીમાંથી 10 કિલો ગાંજાનું પાર્સલ ઝડપી પાડ્યું હતું. બાદમાં સ્થાનિક પોલીસે આ મામલે વધુ કાર્યવાહી કરી હતી. જો કે હવે 140 કિલો ગાંજો પાર્સલ કરી કુરિયર મારફતે કચ્છમાં ધુસાડવાનો પ્રયાસ નિષ્ફળ બનાવાયો છે.
આ પણ વાંચો: