ભુજમાં નેહરુ યુવા કેન્દ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી - Womens Day
🎬 Watch Now: Feature Video

કચ્છ : ભુજના બહુમાળી ભવન ખાતે નહેરુ યુવા કેન્દ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે શૈક્ષણિક ક્ષેત્રે ગુજરાતી તથા સામાજિક સેવા ક્ષેત્રે લીડરશીપ ધરાવતી મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ મહિલાઓ દ્વારા અન્ય યુવક યુવતીઓને કઈ રીતે કાર્યશીલ રહેવું અને આગળ વધવું તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અન્ય સામાન્ય મહિલાઓને કેવી રીતે પ્રોત્સાહિત કરી આગળ વધારવામાં આવે તે અંગેની ચર્ચા પણ આ કાર્યક્રમમાં કરવામાં આવી હતી.