અરુણાચલ પ્રદેશમાં સતત વરસાદને કારણે ભૂસ્ખલન
🎬 Watch Now: Feature Video
અરુણાચલ પ્રદેશ : રાજ્યમાં સતત પડી રહેલા વરસાદના કારણે સોમવારે અરુણાચલ પ્રદેશના ઇટાનગર નજીક મોટાપાયે ભૂસ્ખલન થયું હતું. અધિકારીઓએ આ બાબતે જણાવ્યું હતું કે, આ ઘટના દરમિયાન કોઈ જાનહાનિના થઇ નથી. આ ઘટના અંગે સ્થાનિકોએ જણાવ્યું હતું કે, આ ઘટના ઇટાનગર નજીકના પપુનાલાહ ખાતે બની હતી. સ્થાનિક લોકો દ્વારા શૂટ કરવામાં આવેલા વીડિયોમાં જોઇ શકાય છે કે, રસ્તાના વાહનો રસ્તા પર ચાલતા હતા ત્યારે જ રસ્તાનો ભાગ તુટી ગયો હતો.