સુરત: શુભ મુહૂર્તમાં સી.આર.પાટીલે કરી લાભ પાંચમની પૂજા - surat
🎬 Watch Now: Feature Video
સુરત: લાભ પાંચમના આજના શુભ દિવસે લોકો વેપાર-ધંધામાંમા લક્ષ્મીની પૂજા કરી કામ ફરી શરૂ કરતા હોય છે. ગુજરાત રાજ્યના ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પોતાના સુરત ખાતે આવેલા મુખ્ય કાર્યાલય પહોંચી શુભ મુહૂર્તમાં પૂજા અર્ચના કરી હતી. લાભ પાંચમના દિવસે સી. આર. પાટીલની મુખ્ય કચેરી ખાતે ખાસ રંગોળી પણ બનાવવામાં આવી હતી. ભગવામાં ગુજરાત બતાવી મિશન 182 રંગોળીમાં રાખવામાં આવ્યા હતા. સી. આર. પાટીલે લોકોને લાભ પાંચમની શુભકામનાઓ પણ આપી હતી.