લઠ્ઠાકાંડના વિરોધમાં NSUI આવી મેદાને
🎬 Watch Now: Feature Video
જૂનાગઢઃ બોટાદના બરવાળામાં થયેલા લઠ્ઠાકાંડ (Botad Latthakand Case) હવે રાજકીય મુદ્દો બની ગયો છે. ત્યારે જૂનાગઢમાં NSUIના કાર્યકર્તાઓએ લઠ્ઠાકાંડના વિરોધમાં (NSUI Protest in Jungadh) પ્રદર્શન કર્યું હતું. તો સી ડિવિઝન પોલીસે NSUIના પ્રમુખ યુગ પૂરોહિત સહિત કાર્યકર્તાઓની અટકાયત (NSUI Protest in Jungadh) કરી હતી. આપને જણાવી દઈએ કે, સોમવારે મોડી રાત્રે બોટાદમાં લઠ્ઠાકાંડ થયો હતો. તેના કારણે અત્યાર સુધીમાં 55 લોકોના મૃત્યુ થયા છે. જોકે, આ લઠ્ઠાકાંડમાં રાજ્યના DGP આશિષ ભાટિયાએ પણ અનેક મહત્વના ખૂલાસા કર્યા હતા. તો જેટલા લોકોની તબિયત લથડી હતી. તે તમામે લઠ્ઠો નહીં પરંતુ ઝેરી કેમિકલ પીધું હોવાનું સામે આવ્યું હતું. તો આમાંથી કેટલાક દર્દીઓ અમદાવાદમાં સારવાર હેઠળ છે.