આણંદ નગરપાલિકાના વૉર્ડ 2માં ભાજપની પેનલની ઐતિહાસિક જીત - Bharatiya Janata Party
🎬 Watch Now: Feature Video
આણંદ : આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મત ગણતરી ચાલી રહી છે, ત્યારે આણંદ નગરપાલિકાના વૉર્ડ નંબર 2માં ભારતીય જનતા પાર્ટીની પેનલની જીત થઇ છે. વૉર્ડ નંબર 2માં કોંગ્રેસ તરફથી આણંદ શહેર કોંગ્રેસ પ્રમુખ અલ્પેશ પઢીયાર સાથે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર હતી. જેમાં ભારતીય જનતા પાર્ટીએ બાજી મારી બોર્ડના તમામ ચારેય કાઉન્સલર્સની પેનલ સાથેની જીત મેળવી હતી. આ જીતની ઉજવણી કરતા વિજેતા ઉમેદવારોએ મતદારોનો આભાર માન્યો હતો.