અંબાજી પંથકમાં પડ્યો ધમાકેદાર વરસાદ, વાહનો પાણીમાં તણાયા - Rain in Ambaji
🎬 Watch Now: Feature Video

બનાસકાંઠા: જિલ્લાના અંબાજી પંથકમાં આજે સતત બીજા દિવસે ધમાકેદાર વરસાદ વરસ્યો હતો. આજના વરસાદે અંબાજીવાસીઓને ચોમાસાનો અહેસાસ કરાવ્યો હતો. એક કલાકમાં અડધો ઇંચ કરતા વધારે વરસાદ વરસી જતા ઉભેલા પાકને નવું જીવનદાન મળ્યું હતું અને ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ હતી. જોકે આ ધમાકેદાર વરસાદને લઈને વાહનો પણ પાણીમાં તણાયા હતા.