ભાવનગરમાં બે દિવસના અસહ્ય બફારા બાદ મેઘરાજાની પધરામણી, ખેતી માટે પાણીની સમસ્યા દૂર થઈ - Rain in Bhavnagar\
🎬 Watch Now: Feature Video
ભાવનગર: જિલ્લામાં મંગળવારે બપોરે બે દિવસના અસહ્ય બફારા બાદ મહુવા શહેરમાં મેઘરાજાની પધરામણી થઈ હતી અને વાતાવરણ ઠંડક પ્રસરી હતી. ગ્રામ્ય વિસ્તારની જો વાત કરવામાં આવે તો તાલુકાના મોટાભાગના વિસ્તારોમાં પણ નોંધપાત્ર વરસાદ થયો હોવાથી ધરતીપુત્રોમાં આનંદની લાગણી જોવા મળી હતી. તાલુકાના તમામ જળાશયો છલક સપાટી પર પહોંચ્યા એટલે કહી શકાય ખેતી માટે પાણીની સમસ્યા દૂર થઈ છે.