ભારતીય કોસ્ટ ગાર્ડના જવાનોએ પશ્ચિમ બંગાળની ખાડીમાં ફરકાવ્યો ત્રિરંગો - હર ઘર ત્રિરંગા 2022
🎬 Watch Now: Feature Video
ભારતીય કોસ્ટ ગાર્ડ (Indian Coast Guard) સ્વતંત્રતાના અમૃત મહોત્સવની (Azadi ka Amrit Mahotsav) ઉજવણી કરી રહ્યું છે, જે માત્ર જમીન વિસ્તાર પૂરતો મર્યાદિત નથી, પરંતુ સમુદ્રમાં પણ છે. ભારતીય કોસ્ટ ગાર્ડના જવાનોએ પશ્ચિમ બંગાળના માછીમારો સાથે મળીને બંગાળની ખાડીમાં ત્રિરંગો ફરકાવ્યો હતો. આ દરમિયાન બેકગ્રાઉન્ડમાં વંદે માતરમ ગીત સંભળાતું હતું. આ સાથે તમામ માછીમારો અને કોસ્ટગાર્ડના જવાનોએ ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા.