મેઘરાજાની મોજ: વડોદરાના અનેક વિસ્તારોમાં વરસાદનું આગમન થતા લોકોમાં ખુશીનો માહોલ - Vadodara heat wave
🎬 Watch Now: Feature Video
વડોદરા: રાજ્યમાં પ્રિમોન્સુન એક્ટીવીટ તેજ થઇ છે. સૌરાષ્ટ્રથી વરસાદ પડવાની શરૂઆત (Vadodra rainy season start) થઇ હતી. આજે વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ (Vadodara rainy atmoshphere ) સર્જાયો હતો. વડોદરા શહેરના અકોટા, અલકાપુરી, સમાં વિસ્તારોમાં ઝરમર વરસાદ શરૂ થયો હતો. હાલમાં સમગ્ર રાજ્યભરમાં વિવિધ વિસ્તારોમાં વરસી રહેલા વરસાદ બાદ આજે વડોદરા શહેરમાં આગમનથી લોકોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો અને અંગ દઝાડતી ગરમીમાંથી આંશિક રાહતનો અનુભવ થયો હતો. વડોદરામાં ઉનાળાની ગરમી (Vadodara heat wave) અને બફારાને કારણે શહેરવાસીએ છેલ્લા કેટલાય સમયથી ત્રસ્ત છે. લાંબા સમયથી ગરમી વેઠી રહેલા શહેરવાસીઓ વરસાદની આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા. તેવામાં આજે શહેર વાસીઓની આતુરતાનો અંત આવ્યો છે.