સમગ્ર પંચમહાલમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, જુઓ વિડિયો - પંચમહાલમાં વરસાદની સ્થિતિ
🎬 Watch Now: Feature Video
સમગ્ર રાજ્યમાં વરસી રહેલા મેઘરાજા સોમવારે પંચમહાલ (Gujarat Rain Update) જિલ્લામાં પણ મન મૂકીને વર્ષ્યા હતા .જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે સોમવારની મોડી સાંજે વરસેલા ભારે વરસાદે પગલે ઠેર ઠેર (Gujarat Panchmahal Rain Update) નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયાની સમસ્યા સર્જાઈ હતી. જો કે સાબદા બનેલા તંત્રએ સમય સર (Rain In Panchmahal) 6 જેટલા jcb સાથે રાખી જ્યાં જ્યાં પાણી ભરાયા (Panchmahal Rain) હતા, ત્યાં પોહાચીને પાણી ન નિકાલની કામગીરી હાથ ધરી હતી. સાથે સાથે દિલ્લી મુંબઈ રેલવે ટ્રેક પર પણ પાણી ભરાયા હતા, જેને પગલે ટ્રેન વ્યવહારને અસર થઈ હતી. જો કે ત્યાં પણ રેલવે તંત્ર દ્વારા તાબડતોબ ટ્રેક પરથી પાણી દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. ગોધરામાં વધુ વરસેલા વરસાદના પગલે મેસરી નદી પર બનાવમાં આવેલ કોઝવે ઉપર પણ પાણી ફરી વળ્યાં હતાં. જો કે હાલ વરસાદે વિરામ લીધો છે. હાલ જ્યાં જ્યાં પાણી ભરાયા હતા ત્યાં સ્થિતિ રાબેતા મુજબ થઈ રહી છે. સમગ્ર જિલ્લામાં વરસાદની વાત કરીએ તો સૌથી વધુ વરસાદ જાંબુઘોડા તાલુકામાં નોંધાયો હતો. જ્યારે સમગ્ર મેઘવર્ષામાં કોઈ જાનહાનીના સમાચાર હજુ સુંધી સામે આવ્યા નથી.