ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ કેશોદ વાસીઓની કઈક આવી છે માંગ
🎬 Watch Now: Feature Video
જૂનાગઢ: આગામી રાજ્ય વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓને (Gujarat Assembly Election 2022) લઈને Etv ભારતની ચૂંટણી ચર્ચા કેશોદ વિધાનસભા બેઠક (keshod chutani charcha) પર આવી પહોંચી હતી. અહીં સામાન્ય મતદારો સાથે પાછલા વર્ષના વિકાસ અને મતદારોની જરૂરિયાતો પર કેશોદના સ્થાનિક લોકોએ પોતાનો પ્રતિભાવ (keshod public mood) આપ્યો હતો. કેશોદમાં આજે પણ વિકાસને લઈને અનેક શક્યતાઓ છે. રેલવેના ઓવરબ્રિજનું કામ પાછલા ઘણા વર્ષથી સ્થગિત થયેલું છે, તેને ચાલુ કરવામાં આવે અને સાથે સાથે શહેરમાં સાંસ્કૃતિક કાર્યક્રમ સામૂહિક ધોરણે થઈ શકે તેવા એક કોમ્યુનિટી હોલની ઉણપ આજે વિધાનસભામાં જોવા મળે છે. વધુમાં ખેડૂતો નર્મદા નહેરની માંગ કરી રહ્યા છે. આ વિસ્તારમાં મગફળીનો પાક વિશેષ પ્રમાણમાં થાય છે, ત્યારે નહેર થકી ખેતીને વધુ ઉન્નત બનાવી શકાય તેમ છે, તેને લઈને પણ ખેડૂતો માંગ કરી રહ્યા છે. દીકરીઓના શિક્ષણને લઈને કેશોદ (Etv Bharat Chuntani Charcha) નગરપાલિકા વિસ્તારમાં હજુ સુધી કોઈ મક્કમ શૈક્ષણિક સંસ્થા કે જેનું સીધું સંચાલન સરકાર કરતી હોય તેવું જોવા મળતું નથી. જેને લઈને પણ મતદારોએ દીકરીઓના શિક્ષણને લઈને નવી શિક્ષણ વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે.