ETV Bharat / state

જમીનનો બારોબાર સોદો!, કચ્છમાં 2 લોકો પર નકલી દસ્તાવેજ બનાવી જમીન વેચી નાખવાનો આરોપ - ILLEGAL LAND DEAL

પૂર્વ કચ્છના રાપર તાલુકાના લાકડીયા ગામે જમીન માલિકની જાણ બહાર ખોટા 1.28 કરોડની જમીનના દસ્તાવેજ અને આધારકાર્ડ બનાવીને જમીનનો સોદો કરવામાં આવ્યો હતો.

કચ્છમાં 2 લોકોએ નકલી દસ્તાવેજ બનાવી કરોડોની જમીન વેચી મારી
કચ્છમાં 2 લોકોએ નકલી દસ્તાવેજ બનાવી કરોડોની જમીન વેચી મારી (Etv Bharat GUJARAT)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 20, 2024, 2:15 PM IST

કચ્છ: પૂર્વ કચ્છના રાપર તાલુકાના લાકડીયા ગામે જમીન માલિકની જાણ બહાર ખોટા 1.28 કરોડની જમીનના દસ્તાવેજ અને આધારકાર્ડ બનાવીને જમીનનો સોદો કરવામાં આવ્યો હતો અને જેના ટોકન પેટે 31.75 લાખ મેળવી જમીન વેચી ઠગાઈ કરવામાં આવતાં લાકડીયા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે.

જમીન માલિક: મુકેશ રતિલાલ જાટાવાડીયા અને માતા રામુબેન રતિલાલ જાટાવાડીયા સર્વે નંબર 535, નવિન વિરમ રીટા અને તેમની પત્નિ ચંપાબેનની માલીકીની સર્વે નં.536, તેમના બંને દિકરા પરિન અને આસીત રીટાની માલીકીની સર્વે નં.514 જમીનને બારોબાર વેચી દેવામાં આવી છે.

જમીનના મૂળ માલિકની જાણ બહાર જમીનનો સોદો: લાકડીયા ગામના મુકેશ રતિલાલ જાટાવાડીયાએ લાકડીયા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેઓ લાકડીયામાં મોબાઈલની દુકાન ચલાવે છે અને તેમની પાસે તેમની માલિકીની લાકડીયા ખાતે આશરે 13 એકર જમીન આવેલી છે. જે જમીનમાં 6 લોકોની માલિકી હતી. ત્યારે આ જમીનને જમીનના મૂળ માલિકની જાણ બહાર ખોટા દસ્તાવેજો ઉભા કરીને બારોબાર સોદો થઇ ગયો હતો. જે જમીન મોરબીના જગદીશભાઇ સંઘાણી અને તેમના ભત્રીજા રાકેશભાઇ સંઘાણીએ ખરીદી હતી.

કચ્છમાં 2 લોકોએ નકલી દસ્તાવેજ બનાવી કરોડોની જમીન વેચી મારી
કચ્છમાં 2 લોકોએ નકલી દસ્તાવેજ બનાવી કરોડોની જમીન વેચી મારી (Etv Bharat GUJARAT)

ખોટા આધારકાર્ડ વડે કરી છેતરપિંડી: લાકડીયા ગામમાં આ પાર્ટીને જમીન વેંચવાની વાત અગાઉ જમીન માલિકને કરી હતી. પણ તેમણે જમીન વેચવાની ના પાડી હતી, ત્યારે તેમની જાણ બહાર લાકડીયા ગામના રોહિતગીરી પ્રભુગીરી બાવાજી અને થોરીયારીના વિહાભાઇ ગેલાભાઇ ભરવાડે મોરબીની પાર્ટીને જમીન ખરીદવા બોલાવી હતી. ત્યારે તેઓએ જમીનના વેચાણ બાબતે આધાર પુરાવાઓ માગ્યા હતા. ત્યારે આ 2 આરોપીઓએ ખોટા દસ્તાવેજો ઉભા કર્યા હતા અને જમીનના માલિકનો ખોટો નોટરાઇઝ લખાણવાળો 300 રુપિયાનો સ્ટેમ્પ વાળો સોદાખત આપ્યો હતો. એકર દીઠ 5.35 લાખ પ્રમાણે 40.75 લાખમાં જમીન મોરબીના જગદીશ સંઘાણી અને ભત્રીજા રાકેશ સંઘાણીને વેચી નાખી હતી.

ખોટા સહી સિક્કા કરી જમીન વેચી: ત્યારે છેતરપિંડી કરનારા આરોપી રોહિતગીરી બાવાજી અને વિહાભાઇ ભરવાડે મોરબીની પાર્ટીને જે જમીન બાબતે સોદાખત આપ્યો હતો તેમાં ફરિયાદી મુકેશલાલ રતિલાલ જાટાવાડીયા અને તેની માતા રામુબેન રતિલાલ જાટાવડીયાની આધારકાર્ડની નકલો જોડેલી હતી. જે નકલો ખોટી હતી. આ ઉપરાંત આધારકાર્ડના ફોટોગ્રાફ્સ અને જે વ્યક્તિના ફોટોગ્રાફ્સ તેમજ સોદાખતમાં જે સહી કરવામાં આવી હતી તે ખોટી હતી. જ્યારે ફરિયાદીની માતાને સહી કરતા આવડતું નથી, તે અંગુઠાના નિશાનનો ઉપયોગ કરે છે અને સાક્ષી તરીકે રાકેશ સંઘાણી અને મુંબઇના પરિન નવીનભાઇ રીટાનું નામ દાખલ કર્યું હતું. જે અંગેની જાણ જમીન માલિકને નહોતી.

સર્વે નંબર 535, 536, 514 બારોબાર વેંચી દેવાઈ: લાકડીયા ગામના નવિન વિરમ રીટા અને તેમની પત્નિ ચંપાબેનની માલીકીની સર્વે નં.536 અને તેમના બંને દિકરા પરિન અને આસીત રીટાની માલિકીની સર્વે નં.514 વાળી જમીનના પણ 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર સોદાખત લખાણ થયું હતું. જે બંને સોદાખતના લખાણ બાબતે ફરિયાદીએ ટેલીફોનથી નવિનભાઈ વિરમભાઈ રીટાને જાણ કરતા તેમણે કે તેમના દિકરાઓએ આવા કોઈ લખાણ નહી કર્યા હોવાનુ જાણવા મળ્યું હતું અને આ ત્રણેય જમીનો વેચવા માટે તેઓની પાસે કોણ આવ્યું હતું. તે બાબતે જગદીશભાઈને પૂછતા તેઓએ ફરિયાદી મુકેશ રતિલાલને જણાવ્યું હતું કે, આ જમીન વેચવા માટે તેમની પાસે લાકડીયાના રોહિતગીરી પ્રભુગીરી બાવાજી અને થોરીયારીના વિહાભાઈ ગેલાભાઈ ભરવાડ આવ્યા હતા.

આધારકાર્ડમાં જણાવેલ નકલી વ્યક્તિઓએ હાજરી આપી: આ 2 આરોપીઓએ સોદાખતમાં જે જમીનમાલિકના જે આધારકાર્ડ આપ્યા હતા તે નકલી હતા તેથી જ્યારે આ જમીનનો સોદાખત થવાનો હતો, ત્યારે 1 ઓક્ટોબરના રોજ આધારકાર્ડની માહિતી મુજબ આધારકાર્ડમાં દર્શાવેલા લોકોને આ 2 આરોપીઓેએ બોલાવ્યા હતા. જ્યારે આવેલા 6 લોકો નકલી હતા. જેમને જમીન માલિક, તેની માતા તેમજ અન્ય લોકોનો સ્વાંગ રચ્યો હતો, પોતે મુંબઇ રહેતા હોવાની ઓળખાણ આપી હતી.

આરોપીઓ નોટરી માટે ભચાઉ ગયા: સોદાખતનું લખાણ કોની પાસે કરાવી અને નોટરી ક્યાં કરાવી હતી તે અંગે ફરિયાદીએ પૂછતા તેમણે જણાવ્યું કે, આ લખાણ ગૌતમ સુરાણી સામખિયાળીવાળાની ઓફિસમાં થયું હતું. જ્યારે તેમની પાસે નોટરી નહોતી એટલે નોટરી ભચાઉના ભદ્રેશ ડી કોટક પાસે કરાવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. ફરિયાદીએ જે સોદાખતની 3 નકલો લીધી હતી.

જમીનના માલિક મુંબઈથી આવ્યા: ફરિયાદીએ પોલીસને આ અંગે માહિતી આપી હતી કે 29 ઓક્ટોબરના રોજ મુંબઇથી નવિનભાઇ રીટા અને તેમનો દિકરો પરિન રીટા લાકડીયા આવીને ફરિયાદી મુકેશ રતિલાલને મળ્યા હતા, ત્યારે પુષ્ટિ કરવા માટે તેમણે સોદાખતની નકલો પિતા પુત્રને બતાવી હતી ત્યારે તેમણે આધારકાર્ડ અને સહીઓ નકલી હોવાનું કહ્યું હતું તેમણે કોઇ સહીઓ નથી કરી હોવાનું તેમને જણાવ્યું હતું. તેમણે કોઇ સોદાખત નહોતો કર્યો તેમણે જણાવ્યું હતું. જે દિવસે સોદાખત થયો તે દિવસે આ પરિવાર મુંબઇમાં હતો. ત્યારે લાકડીયા દગામના રોહિતગીરી બાવાજી અને થોરિયાળીના વિહાભાઇ ગેલાભાઇ ભરવાડે મુંબઇ રહેતા નવિન રીટા તેમની પત્ની ચંપા રીટાની માલિકીની લાકડીયા સ્થિત જમીન અને ફરિયાદીની જમીનને આરોપીઓએ મોરબીના જગદીશ સંઘાણીને વેચી નાખી હતી.

પ્રતિ એકરના 5.35 લાખ ભાવ: ઉલ્લેખનીય છે કે, આ સોદાખતમાં નવિનભાઈ તથા તેમની પત્નિ ચંપાબેનના આધાર કાર્ડની નકલો જોડેલી હતી. જે આધાર કાર્ડની નકલો જોતા તેઓ બંનેની આધાર કાર્ડની નકલ પણ ખોટી જણાઈ આવી હતી અને આધાર કાર્ડમાં જે ફોટોગ્રાફ હતા તે અન્ય વ્યક્તિના ફોટોગ્રાફ હતા. સોદાખતમાં તેમની સહી પણ ખોટી હતી. તો આ ઉપરાંત નવિનભાઈના બંને દિકરા પરિન અને આસીતની માલિકીની લાકડીયા રેવન્યુ સર્વે નં.514 ખેતીલાયક જમીન કે જે 8 એકર 12 ગુંઠાવાળી જમીન છે. જેના પ્રતિ એકરે 5.35 લાખ પ્રમાણે કુલ 40.75 લાખમાં જગદીશભાઈ લવજીભાઈ સંઘાણીએ લીધી હતી.

નકલી ફોટોગ્રાફ અને આધારકાર્ડ: આ જમીનના સોદાખતમાં જે આધાર પુરાવાઓ હતા તે નકલી હતા અને અન્ય વ્યક્તિઓના ફોટો દર્શાવાયા હતા. ખોટી સહીઓ કરવામાં આવી હતી. તેથી ફરિયાદીએ આ તમામ દસ્તાવેજોને પોલીસ સ્ટેશનમાં રજૂ કર્યા છે અને ફરિયાદીએ FIR સમયે પોતાના અસલી દસ્તાવેજો રજૂ કર્યા છે.

1.28 કરોડની જમીનના સોદામાં 31.75 લાખ મેળવી લીધા: બંને આરોપી રોહિતગીરી પ્રભુગીરી બાવાજી અને વિહાભાઈ ઉર્ફે વિસાભાઈ ગેલાભાઈ ભરવાડે જાણી-જોઈને ફરિયાદી તથા નવિનભાઈના પરિવારની લાકડીયાની જમીનને વેચી નાખવાના ઇરાદે અન્ય લોકો સાથે મળીને આ ગુનાહિત કાવતરુ ઘડ્યું હતું જેમાં 6 વ્યક્તિના ખોટા આધાર પુરાવાઓ ઉભા કરીને આ જમીનનું વેચાણ કર્યુ હતું જેમાંથી 31.75 લાખ મેળવી લીધા હતા.

બંને આરોપી વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ: ફરિયાદી મુકેશભાઇએ લાકડીયા પોલીસ સ્ટેશન ખાતે લાકડીયાના રોહિતગીરી પ્રભુગીરી બાવાજી અને થોરીયારીના વિહાભાઈ ગેલાભાઈ ભરવાડ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે બંને આરોપીઓ વિરૂદ્ધ બી.એન.એસ કલમ 319(2), 336(3), 337, 338, 340(2), 11(2) (એ) મુજબ ગુનો નોંધ્યો છે. આ ગુનામાં સંડોવાયેલા તમામ લોકોને ઝડપી પાડવા લાકડીયા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એમ. એન. દવેએ વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો:

  1. કચ્છમાં ગુનાખોરોએ દાદાગીરીની હદ વટાવી: રુપિયા નહી આપવા પર કોન્ટ્રાક્ટરને જાનથી મારી નાખવાની ધમકી આપી
  2. ભુજમાં છેતરપિંડીની ઘટના, દીકરાને ટીવી સિરિયલમાં રોલ અપાવવાના નામે દંપતિ સાથે છેતરપિંડી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.