ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ જૂનાગઢ વાસીઓની કઈક આવી છે માંગ

🎬 Watch Now: Feature Video

thumbnail
ગુજરાત વિધાનસભા ચૂંટણીને (Gujarat Assembly Election 2022 ) લઈ જૂનાગઢના શ્રેષ્ઠીઓ અને બુધ્ધિજીવીઓએ જુનાગઢનો આગામી પ્રતિનિધિ જુનાગઢના હિતને કેન્દ્રસ્થાને રાખે તેવું પસંદ કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે. ઐતિહાસિક ધરોહર ધરાવતા જૂનાગઢમાં આજે વિકાસને અનેક અવકાશો છે, તેમ છતાં હજુ સુધી નોંધપાત્ર કામો થયા નથી. તેનો વસવસો જુનાગઢના બુધ્ધિજીવીઓ (junagadh public mood) વ્યક્ત કરી રહ્યા છે. વર્તમાન સમયમાં મોંઘવારી મધ્યમ વર્ગની કમર તોડી રહી છે, ત્યારે સતત વધતી જતી મોંઘવારી રાજ્યની સરકારની સૌથી મોટી નિષ્ફળતા છે, મહિલાઓ મોંઘવારીથી ત્રસ્ત આવી ગઈ છે, જેવા નીવેદનો (junagadh chuntni charcha) સાંભળવા મળી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં મોંઘવારી પર કાબુ કરી શકે તે પ્રકારની ધારદાર રજૂઆત સરકારમાં અને અધિકારીઓ સુધી કરીને તેનો નિવેડો લાવી શકે તેવા લોક પ્રતિનિધિની જૂનાગઢની શિક્ષિત મહિલાઓ હિમાયત કરી રહી છે. વિદ્યાર્થીને લગતી પ્રવૃત્તિઓ અને ખાસ કરીને વિદ્યાર્થીઓને એક સ્થળેથી શિક્ષણના બીજા સ્થળ સુધી લઈ જવા માટે કોઈ નક્કર અને પાયાની સુવિધા આજે પણ નથી તેમાં વિસ્તાર કરવામાં આવે તેવી વિદ્યાર્થીઓ પણ માંગ કરી રહ્યા છે. જૂનાગઢને ખેતીપ્રધાન માનવામાં આવે છે, જિલ્લાની અર્થવ્યવસ્થા કૃષિ પેદાશો પર આધારિત છે, ત્યારે જૂનાગઢનો લોક પ્રતિનિધિ જૂનાગઢમાં કૃષિ લક્ષી ઉદ્યોગો લાવીને વેપારને વધુ મજબૂતી તરફ આગળ લઈ જઈ શકે તેવા મક્કમ મનોબળનો હોવો જોઈએ તેવું જૂનાગઢના વેપારી અને ચેમ્બર ઓફ કોમર્સના પદાધિકારીઓ પણ જણાવી રહ્યા છે.
Last Updated : Sep 23, 2022, 5:02 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.