બદમાશોએ યુવકની કરી બેરહમીથી હત્યા, ઘટના થઇ CCTVમાં કેદ - Hansi Murder cctv
🎬 Watch Now: Feature Video
હરિયાણા : હાંસીમાં કેટલાક બદમાશોએ એક યુવકને માર માર્યો છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. વીડિયોમાં 6 થી 7 બદમાશો એક વ્યક્તિ પર લાકડી, અને કુહાડી વડે હુમલો કરી રહ્યા છે. મૃતકનું નામ વિકાસ છે, વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે વિકાસની પત્નીએ હુમલાખોરોને તેને બચાવવા માટે આજીજી કરી હતી પરંતુ હુમલાખોરોએ વિકાસને મારવાનું ચાલુ રાખ્યું હતું. વીડિયોમાં વિકાસના બે બાળકો પણ દેખાઈ રહ્યા છે. ઘટના મંગળવાર મોડી રાતની છે. વિકાસની પત્નીના કહેવા પ્રમાણે, લાકડીઓ, કુહાડીઓ સાથે કેટલાક બદમાશો બળજબરીથી તેમના ઘરમાં ઘૂસી ગયા અને વિકાસને માર મારવાનું શરૂ કર્યું હતું. વિકાસ જ્યારે બચવા માટે ઘરની બહાર ભાગ્યો ત્યારે હુમલાખોરોએ તેને ગલીમાં ઘેરી લીધો હતો અને તેને માર મારવાનું શરૂ કર્યું હતું.