પંચમહાલમાં ધનતેરસને લઈને સોના-ચાંદીની ખરીદી કરાઈ - ગોધરા શહેર સોનીવાડ વિસ્તાર
🎬 Watch Now: Feature Video

પંચમહાલ: ધનતેરસના દીવસે ગોધરા શહેર સહિત અન્ય તાલુકા મથકો પર આવેલા સોની બજારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. એક તરફ મોંઘવારી હોવા છતાં લોકોએ સોનું ખરીદ્યું હતું પણ ગત વર્ષ કરતાં ઓછું સોનુ ખરીદ્યું હતું. ધનતેરસના દિવસે સોના ચાંદીના દાગીના ખરીદવાનો વિશેષ મહિમા છે. ગોધરા શહેરના સોનીવાડ વિસ્તારમાં પણ આવેલી દુકાનોમાં ગ્રાહકો સોના-ચાંદીના દાગીનાની ખરીદી કરવા ઉમટી પડ્યા હતાં. જેમાં મહિલાઓને ખાસ કરીને સોનાની બંગડી, સોનાની ચેન, સોનાનું મંગલસૂત્ર સહિતની સોના ચાંદીના ઘરેણાઓની ખરીદી કરી હતી.