અક્ષરધામ મેટ્રો સ્ટેશન પરથી છોકરીની અંતિમ છલાંગ, હાલ દિલ્હીની હોસ્પિટલમાં દાખલ - girl jumped from metro station
🎬 Watch Now: Feature Video
નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીના અક્ષરધામ મેટ્રો સ્ટેશન પરથી એક યુવતીએ કુદી (Girl jumped from akshardham metro station)ને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે લોકોએ તેનો જીવ બચાવી લીધો છે. પણ તેને ગંભીર ઈજાઓ થઈ છે. તેને હાથ અને પગમાં ફ્રેક્ચર થયું છે. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, યુવતી બધિર અને મૂંગી છે. તેના માતાપિતા પણ બહેરા અને મૂંગા હોવાનું કહેવાય છે. તેમને અકસ્માતની જાણ કરવામાં આવી છે. જોકે હાલ આ કૂદતી છોકરીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેણે અક્ષરધામ મેટ્રો સ્ટેશનના પ્લેટફોર્મ નંબર બે પરથી નીચે ઝંપલાવ્યું હતું. તેને એલબીએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. હાલ તેની સારવાર ચાલી રહી છે. અત્યાર સુધી તેનુ આવું કરવાનું કોઈ કારણ બહાર આવ્યું નથી. સ્થળ પર પોલીસ અને સામાન્ય લોકો તેને ન કૂદવાનું કહેતા રહ્યા, પરંતુ તે કૂદી ગઈ. નીચે ઉભેલા કેટલાક લોકોએ ધાબળા ફેલાવ્યા હતા, જેના કારણે તેનો જીવ બચી શક્યો.