અમદાવાદ: આજે BZ ગ્રુપના સીઈઓ અને મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ જામીન અરજી પર ગ્રામ્ય કોર્ટમાં આજે સુનવણી થશે. ગત સુનાવણી દરમિયાન કોર્ટે ભૂપેન્દ્રસિંહ ઝાલાની જામીન અરજી પર ચુકાદો અનામત રાખ્યો હતો અને સેશન્સ કોર્ટે 30 જાન્યુઆરીએ આ મામલે ચુકાદો આપવાની તારીખ આપી હતી. ઉલ્લેખનીય છે કે, આજે ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં આ મુદ્દે ચુકાદો આવવાની સંભાવના છે.
ભૂપેન્દ્રસિંહ ઝાલાને આશરો આપનાર રાહત: ક્રાઈમ બ્રાન્ચે આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની મહેસાણામાં આવેલા કિરણસિંહના ફાર્મ હાઉસથી ધરપકડ કરી હતી. જે બાદ કિરણસિંહને પણ જેલ હવાલે કરવામાં આવ્યો હતો, પરંતુ ભૂપેન્દ્રસિંહ ઝાલાને આશરો આપનાર આરોપી કિરણસિંહને મોટી રાહત આપી હતી અને આરોપી કિરણસિંહને જેલમાંથી મુક્ત કરવાની મંજૂરી આપી હતી.
![ગ્રામ્ય સેશન્સ કોર્ટ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/30-01-2025/gj-ahd-01-bhopendrasingjhalaarjihearing-av-7205053_30012025063042_3001f_1738198842_250.jpg)
કઈ રીતે આખું નેટવર્ક ઊભું કર્યું ?: BZ ગ્રુપના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ એકના ત્રણ ગણા નાણા કરવાની અને સામાન્ય રોકાણની સામે ઊંચા વળતરની લાલચ આપીને હજાર કરોડનું કૌભાંડ આચાર્યું હતું. આ મુદ્દે ગત સુનાવણી દરમિયાન સરકારી વકીલે ગ્રામ્ય સેશન કોર્ટમાં રજૂઆત કરી હતી કે, ભૂપેન્દ્ર ઝાલા પાસે ફકત સાબરકાંઠાના તાલોદ પૂરતું જ નાણાં ધીરનારનું લાયસન્સ હતું, તેમ છતાં તેણે નવા એજન્ટોની નિમણૂક કરી આખું નેટવર્ક ઊભું કર્યું હતું. કોઈપણ જાતના લાયસન્સ કે, પરવાનગી વિના કેટલી કંપનીઓની પણ રચના કરી છે. જેમાં એજન્ટ મારફતે લોકો પાસે કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યું છે. આની સાથે સરકારી વકીલે કોર્ટમાં એ પણ માહિતી આપી હતી કે, ભૂપેન્દ્રસિંહ ઝાલાએ પોતાના અને પરિવારના નામે કરોડો રૂપિયાની સ્થળ અને જંગમ મિલકતો ઊભી કરી છે. આ સમગ્ર મામલે હાલ તપાસ કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, લોકોને વધુ વળતર આપવાની લોભામણી લાલચ આપીને પોન્ઝી સ્કીમમાં રોકાણ કરાવીને 6 હજાર કરોડનું કૌભાંડ BZ ગ્રુપના માલિક ભુપેન્દ્ર ઝાલાએ કર્યું હતું. એક મહિના પછી મહેસાણા જિલ્લાના દવાડા ગામ ખાતે ફાર્મ હાઉસ પરથી સીઆઇડી ક્રાઈમ દ્વારા ભુપેન્દ્રઝાલાની ધરપકડ કરવામાં આવી હતી. હાલ ભુપેન્દ્રસિંહ ઝાલા જેલના સળીયા પાછળ છે.
આ પણ વાંચો: