જૂનાગઢ: જૂનાગઢમાં રહેતી દિલ્હીની રુચિકા અરોરા બિલાડીની પાઠશાળા ચલાવી રહી છે. જૂનાગઢની સુહાની શાહે બિમાર બિલાડીઓને આશરો મળી રહે તે માટે એક કેટ હાઉસ શરૂ કર્યું હતું, જેમાં આજે 30 જેટલી બિલાડીઓ આશ્રય લઈ રહી છે. દિલ્હીની રુચિકા અરોરા તમામ બિલાડીઓને પ્રાથમિક તાલીમ અને દિવસ દરમિયાન તેમને એક્ટિવિટી કરાવીને સામાજિક રીતે જોડવાનો પ્રયાસ કરી રહી છે. બિલાડીની પાઠશાળામાં બિલાડીઓના રજીસ્ટરની સાથે તેને કેટલાક ગુણો કેળવવામાં પણ આવી રહ્યા છે.
જૂનાગઢમાં ચાલે છે બિલાડીની પાઠશાળા: મૂળ દિલ્હીની રુચિકા અરોરા જૂનાગઢમાં પેઈન ગેસ્ટ તરીકે રહે છે. Around a Treeના ફાઉન્ડર મૂળ જુનાગઢની અને હાલ મુંબઈ રહેતી સુહાની શાહ દ્વારા રખડતી અને બિમાર તેમજ માલિકો દ્વારા તરછોડવામાં આવેલી બિલાડી માટે એક કેટ હાઉસની શરૂઆત કરી હતી. બે બિલાડીથી શરૂ થયેલું આ કેટ હાઉસ આજે 30 જેટલી બિલાડી હોય પહોંચી ગયું છે, જેમાં પાછલા ઘણા સમયથી દિલ્હીની રુચિકા અરોરા આ કેટ હાઉસનું સંચાલન કરીને બિલાડીઓની માવજત અને તેની દેખભાળ કરી રહી છે, જેમાં સુહાની શાહના પરિવારનો પણ ખૂબ મોટો સહકાર મળી રહ્યો છે.
એક અનોખો કન્સેપ્ટ બિલ્લી કી પાઠશાળા: સુહાની શાહ અને રુચિકા અરોરાએ બિલાડીઓને એક્ટિવિટીમાં રાખી શકાય તે માટે એક અનોખો કન્સેપ્ટ બિલ્લી કી પાઠશાળાને અમલમાં મૂક્યો છે. આ કન્સેપ્ટ અનુસાર, દિવસ દરમિયાન તમામ બિલાડીઓને વિવિધ એક્ટિવિટી સાથે તેને દૈનિક દિનચર્યામાં સામેલ કરીને તાલીમ આપવામાં આવી રહી છે. જેમાં રમતગમત ખોરાક અને અન્ય એક્ટિવિટીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
![બિલાડીઓની પાઠશાળા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/30-01-2025/gj-jnd-01-billi-vis-01-byte-01-pkg-7200745_30012025092518_3001f_1738209318_298.jpg)
![એક અનોખો કન્સેપ્ટ બિલ્લી કી પાઠશાળા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/30-01-2025/gj-jnd-01-billi-vis-01-byte-01-pkg-7200745_30012025092518_3001f_1738209318_924.jpg)
બિલાડીઓની હાજરી માટેનું રજીસ્ટર: બિલાડીની પાઠશાળામાં સામાન્ય શાળાની જેમ દરેક બિલાડીઓને નામ આપીને તેનું રજીસ્ટર નિભાવવામાં આવે છે. જેનાથી ખબર પડે કે કોઈપણ બિલાડી ઘરમાંથી ગુમ નથી થઈને બિલાડી જેવું પ્રાણી ખૂબ જ સફળતાથી દીવાલો કૂદીને નાસી જતુ હોય છે. આવી પરિસ્થિતિમાં ગુમ થયેલી બિલાડીનું યોગ્ય દેખભાળ થઈ શકે તે માટે પણ ખાસ રજીસ્ટર નિભાવવામાં આવે છે.
![બિલાડીઓની પાઠશાળા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/30-01-2025/gj-jnd-01-billi-vis-01-byte-01-pkg-7200745_30012025092518_3001f_1738209318_39.jpg)
![સુહાની શાહ દ્વારા બિલાડીઓના આશરા માટે કેટ હાઉસ શરુ કરાયું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/30-01-2025/gj-jnd-01-billi-vis-01-byte-01-pkg-7200745_30012025092518_3001f_1738209318_260.jpg)
નાસ્તા મધ્યાહન ભોજનની વ્યવસ્થા: દિવસ દરમિયાન રજીસ્ટર મારફતે બિલાડીની ગણતરી પણ કરવામાં આવે છે, આ દિવસ દરમિયાન અનેક એક્ટિવિટીની સાથે જેમ શાળાને બાળકોમાં નાસ્તો અને મધ્યાન ભોજન આપવામાં આવે છે. બિલકુલ તેવી જ રીતે નાસ્તો મધ્યાહન ભોજન અને રમતગમતની સાથે કેટલીક એક્ટિવિટી પણ કરાવવામાં આવી રહી છે.
![સુહાની શાહ દ્વારા બિલાડીઓના આશરા માટે કેટ હાઉસ શરુ કરાયું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/30-01-2025/gj-jnd-01-billi-vis-01-byte-01-pkg-7200745_30012025092518_3001f_1738209318_695.jpg)
![સુહાની શાહ દ્વારા બિલાડીઓના આશરા માટે કેટ હાઉસ શરુ કરાયું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/30-01-2025/gj-jnd-01-billi-vis-01-byte-01-pkg-7200745_30012025092518_3001f_1738209318_37.jpg)
કયા નામથી ઓળખવામાં આવે છે: કેટ હાઉસમાં રહેલી 30 જેટલી બિલાડીઓને અલગ નામ આપીને તેની વિશેષ ઓળખ પણ કરવામાં આવી છે, જેમાં ડુગડુગુ, ફેરી, છોટુ, કોહીનુર, શિરોસ્કી, લક્ષ્મી, મુંમ્બા, સ્નો વાઈટ, ટીરામીલુ બટરફ્લાય, કાલીમાતા, ચુટકી, સિંગલ અને શરારત જેવા નામો આપીને આ તમામ બિલાડીઓની વિશેષ ઓળખ અને તાલીમ પણ આપવામાં આવી રહી છે જેમાં સિંગલ અને શરારત કપલ બિલાડી તરીકે આજે પણ રહેતા જોવા મળે છે.
![બિલાડીઓની હાજરી માટેનું રજીસ્ટર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/30-01-2025/gj-jnd-01-billi-vis-01-byte-01-pkg-7200745_30012025092518_3001f_1738209318_556.jpg)
![સુહાની શાહ દ્વારા બિલાડીઓના આશરા માટે કેટ હાઉસ શરુ કરાયું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/30-01-2025/gj-jnd-01-billi-vis-01-byte-01-pkg-7200745_30012025092518_3001f_1738209318_1105.jpg)
કેટ હાઉસના લવ બર્ડ: આ બિલાડી હાઉસમાં એકમાત્ર કપલ તરીકે તેની ઓળખાણ થઈ છે આ બંને નર અને માદા બિલાડી તમામ બિલાડીઓથી અલગ પ્રકારની વર્તણુક ધરાવે છે અને શરારત અને દિવસ દરમિયાન તમામ સમય એકબીજા સાથે પસાર કરે છે. ભોજનથી લઈને અન્ય એક્ટિવિટી અને સુવાના સમયે પણ આ બંને બિલાડી એકબીજાની બિલકુલ પાસે જોવા મળે છે, જેને કારણે તેને કેટ હાઉસના લવ બર્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ પણ વાંચો: