બનાસકાંઠા: ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલાં મહાકુંભ મેળામાં મૌની અમાસના સ્નાન સમયે સર્જાયેલી ભાગદોડની ઘટનામાં 30 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે કેટલાંક હજી પણ ગુમ છે. જેઓની શોધખોળ ચાલી રહી છે, ગુમ શ્રદ્ધાળુઓમાં બનાસકાંઠાના એક શ્રદ્ધાળુ પણ સામેલ હતાં જેને લઈને ધારાસભ્ય માવજીભાઈએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો.
પ્રયાગરાજ કુંભમેળામાં દર્શનાર્થે ગયેલા બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના વતની 50 વર્ષીય બાળકાભાઈ લખમણભાઇ રબારી પરિવાર સાથે વહેલી સવારે કુંભમેળામાં સ્નાન કરી તારીખ 29 જાન્યુઆરી સવારે 5:00 વાગે પરિવારથી વિખુટા પડી ગયા હતા, લાંબી શોધખોળ કરતાી તેમની કોઈ પણ ભાળ મળી ન્હોતી, જેથી પરિવારજનો દ્વારા ઉત્તર પ્રદેશ પ્રશાસનને તેમના ફોટા નામ સાથે સંપૂર્ણ વિગત આપી હતી. છતાં પણ તેમની કોઈ ભાળ મળી ન્હોતી તે બાબતે કાર્યવાહી કરવા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી અને રજૂઆત કરી હતી. ત્યારે બપોરે મીડિયા દ્વારા જાણવા મળ્યું હતું કે તેઓની ભાળ મળી ગઈ છે અને પરિવાર સાથે તેમનો મેળાપ થયો છે. આ સંદર્ભે ઈટીવી ભારતે ધારાસભ્ય માવજીભાઈ દેસાઈના પીએ સંજય દેસાઈ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને આ સંદર્ભેની પુષ્ટી કરી હતી.
મહત્વપૂર્ણ છે કે, 28 જાન્યુઆરીના રોજ રાત્રિના સમયે ભક્તો સંગમ પવિત્ર સ્નાન કરવા પહોંચ્યા હતાં, જ્યાં મોટી સંખ્યામાં લોકોની ભીડ થઈ ગઈ હતી અને લોકો સંગમની આગળ જ પથારી નાખીને સુઈ ગયા હતા, જ્યારે બીજી બાજુ પાછળથી વધુ ભીડ આવતી રહી અને કેટલા કિલોમીટરના વિસ્તારમાં મોટી ભીડ એકત્રીત થઈ ગઈ હતી, જ્યારે વધુ પડતી ભીડ થતાં બેરીકેટ તોડીને લોકો આગળ વધવા જતા વચ્ચે સુતેલા લોકો ઉપર ધક્કા મૂકીમાં કચડાઈ ગયા હતા.
આ વધુ ભીડમાં બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના વતની બાળકાભાઈ લક્ષ્મણભાઈ રબારી ગત 29 જાન્યુઆરીના સવારમાં પરિવારથી વીખુટા પડી ગયા હતા, ત્યાં સ્થાનિક તંત્રને પણ ફોટા સાથે સંપૂર્ણ વિગત આપી હતી. આખરે તેમના પરિવારજનોએ ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈને અને તેમણે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને તેમના ફોટા સાથે લેખિતમાં રજૂઆત કરી છે.
મહત્વપૂર્ણ છે કે, 28 જાન્યુઆરીની રાતે મહાકુંભમાં મૌની અમાવસ્યામાં સ્નાન કરવા આવેલી ભીડમાં નાસભાગ મચી ગઈ હતી. આ ઘટનામાં એક ગુજરાતી સહિત 30 લોકોના મોત થયા છે, જેમાંથી 25 મૃતકોની ઓળખ થઈ ગઈ છે. જ્યારે 60 જેટલાં લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોનેે સ્વરૂપરાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના મંગળવારની રાત્રે લગભગ 1.30 વાગ્યે સંગમ કિનારે બની હતી.
મૌની અમાવસ્યાને લઈને બીજા શાહી સ્નાન માટે સંગમ કિનારે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતા. આ દરમિયાન અફવાને કારણે નાસભાગ મચી ગઈ હતી. મહિલાઓ અને પુરુષો સહિત અસંખ્ય લોકો જમીન પર પડી ગયા હતા અને લોકો તેમને કચડીને આગળ વધ્યા જેનાથી સ્થિતિ વધુ બગડી.