ભાવનગરમાં કિન્નરો દ્વારા ગણપતિની મહાઆરતી - bhavnagar latest news
🎬 Watch Now: Feature Video

ભાવનગર: શહેરના પાનવાડી વિસ્તારમાં આયોજિત ગણપતિ ઉત્સવમાં ગણેશજીની મહાઆરતી કિન્નરો દ્વારા કરવામાં આવી હતી. કુદરતનો અભિશાપ માનો કે ન્યાય કિન્નર તરીકે જીંદગી જીવતા કિન્નરોની 'એક ભવમાં બે ભવ’ જેવી જીંદગી જીવવી પડે છે. ભાવનગરમાં જે સમાજના લોકો કિન્નરોને તિરસ્કાર સાથે ધૂતકારે છે, તે જ સમાજના લોકો મનોકામના પૂર્ણ થાય તેવી આશાથી કિન્નરોના મઢે માથું પણ નમાવતા હોય છે. કિન્નરોનો બહુચરાજી માતાજીનો મઢ આઝાદી પહેલાનો માનવામાં આવે છે. કિન્નરોના મઢમાં આઝાદી કાળથી અત્યાર સુધીમાં અનેક કિન્નરોના ગાદીપતિ બદલાયા પરંતુ લોકોની મઢ પ્રત્યેની ભાવના આજે પણ કાયમ રહી છે. અહીં ગણેશ ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ગ્રુપ દ્વારા મોટા પંડાલમાં ગણપતિની ત્રણ પ્રતિમાને પ્રસ્થાપિત કરવામાં આવેલી છે.આ ગ્રુપ દ્વારા છેલ્લા 8 વર્ષથી ગણપતી ઉત્સવનું આયોજન કરવામાં આવે છે.