અમદાવાદ: દિવાળીના તહેવારને પગલે એસ.જી.હાઈવે રોશનીથી ઝગમગી ઉઠ્યો - એસ.જી. હાઈવે
🎬 Watch Now: Feature Video
અમદાવાદ: કોરોનાની મહામારી ચાલી રહી છે તેવા સમયમાં દરેક તહેવારો ઘરે રહીને ઉજવવામાં આવી રહ્યા છે, ત્યારે ભારતનો સૌથી મોટો તહેવાર ગણાતો દિવાળી પણ આ વર્ષે લોકો ઉજવવા થનગની રહ્યા છે અને આ સમયમાં પણ તહેવારની મજા લેવા માટેના ઉપાયો શોધી રહ્યા છે. કોરોનાના સમયમાં સરકારી ગાઈડલાઈન પ્રમાણે ફટાકડા ફોડવા પડશે તે વાત સૌ જાણે છે પણ સાથે જ સોના ચાંદીની ખરીદી, મીઠાઈઓ અને કપડાં તથા પોતાના ઘર ઓફીસને અલગ અલગ લાઈટની રોશનીથી સજાવી આ તહેવારમાં ચાર ચાંદ લગાવી રહ્યા છે. અમદાવાદના એસ.જી. હાઇવેને પણ અલગ અલગ કલરની રોશનીથી શણગારવામાં આવ્યો છે. શહેરના કર્ણાવતી કલબ ખાતેથી શરૂ કરીને ગોતા સુધીના વિસ્તારમાં મોટાભાગની ઇમારતો ઝગમતી દેખાઈ રહી છે.