ઉત્તરાખંડ મસૂરી સાપોનો આતંક, ભટ્ટા ગામમાં એક, બે નહી પણ એક સાથે પાંચ સાપ મળ્યા
🎬 Watch Now: Feature Video
મસૂરીના ભટ્ટા ગામમાં દુકાનમાંથી પાંચ સાપ (Masuri snakes found in the shop) મળી આવ્યા છે. દુકાનની દિવાલની અંદર સાપ હતા જેની જાણ દુકાન માલિક દયાલ સિંહ રાવતે વન વિભાગને કરી હતી. વન વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી દિવાલમાં ઘૂસી ગયેલા 5 સાપને બચાવી (uttrakhand Rescue of 5 snakes) જંગલમાં છોડી દીધા હતા. વન વિભાગના જણાવ્યા અનુસાર, આ રૈટ સ્નેક પ્રજાતિના સાપ છે. તે ઘણીવાર પર્વતીય વિસ્તારોમાં જોવા મળે છે. આ સાપ ઝેરી નથી. તેઓ ઉંદરોની શોધમાં વસ્તીવાળા વિસ્તારોમાં આવે છે.