વડોદરાની વિજય વલ્લભ હોસ્પિટલમાં લાગી આગ, કોઇ જાનહાનિ નહીં - Major call of Vadodara fire accident
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-11051962-thumbnail-3x2-final.jpg)
વડોદરા: શહેરની વિજય વલ્લભ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. આ આગ પર કાબૂ મેળવવા માટે ફાયર વિભાગની 10થી વધુ ગાડી ઘટના સ્થળે પહોચી હતી. આ ઘટનાને પગલે ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો હતો. આ આગ લાગતા હોસ્પિટલમાં 23 દર્દીઓ ફસાયા હતા. ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યૂં ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ આગમાં કોઇ જાનહાનિ નોંધાઇ નથી. આગ પર કાબૂ મેળવી લેવાયો છે. આ આગની ઘટનાને પગલે વડોદરા કલેક્ટર શાલિની અગ્રવાલ અને VMC મેયર કેયુર રોકડિયા સહિતના અધિકારી અને આગેવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા.