અંબાજીમાં ખેડૂતો પાકનો ટ્રેન્ડ બદલી બાગાયતી ખેતી તરફ વળ્યા, કોરોનાને કારણે તેમાં પણ નુકસાન
બનાસકાંઠા : ગુજરાતના ખેડૂતો વરસાદની અનિયમિતાને પગલે ખેતીવાડી બગડતા પાકનો ટ્રેન્ડ બદલી બાગાયતી ખેતી તરફ વળ્યા છે. કોરોનાને કારણે તેમને બાગાયતી ખેતીમાં પણ મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે. અંબાજીના ખેડૂતોએ ફૂલોની ખેતી કરી હતી, પરંતુ અંબાજી મંદિર બંધ હોવાને કારણે અને લગ્ન પ્રસંગમાં પણ વિવિધ પ્રતિબંધોને કારણે ફૂલોની સજાવટ બંધ થતા તેમને આ ખેતીમાં પણ નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.