BMW કાર કન્ટેનર સાથે અથડાતાં સર્જાયો અકસ્માત, 4 યુવાનોના ઘટનાસ્થળે થયા મોત - 230 speed BMW Car Accident
🎬 Watch Now: Feature Video
ઉત્તર પ્રદેશ : સુલતાનપુરમાં એક ઝડપી BMW કાર (BMW Car Accident) કન્ટેનર સાથે અથડાતાં અકસ્માત સર્જાયો (BMW Car Accident In Sultanpur) હતો. જેમાં 4 યુવાનોના ઘટનાસ્થળે જ મોત (4 died in Sultanpur accident) થયા હતા. અકસ્માત પહેલા ચારેય યુવકોએ ફેસબુક પેજ પર લાઈવ (live video before death) કર્યું હતું. આ લાઈવ વીડિયોમાં એક યુવક એવું કહેતો સંભળાયો છે કે, ચારેય મરી જશે. બિહારના રોહતાસના રહેવાસી એન્જિનિયર દીપક આનંદ તેના પિતરાઈ ભાઈ ડૉ. આનંદ કુમાર અને અન્ય બે મિત્રો સાથે યુપીમાં પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર ખૂબ જ હાઇ સ્પીડ BMW ચલાવી રહ્યા હતા. ધીમે ધીમે BMWની સ્પીડ બેકાબૂ બની અને સુલતાનપુરમાં એક કન્ટેનર સાથે અથડાઈ. અકસ્માત એટલો ભયાનક હતો કે ચારેયના ઘટના સ્થળે જ મોત થયા હતા.