જલારામ બાપાના ધામમાં ભારે પવન અને ગાજવીજ સાથે મેઘ મંડાણ - Vadodara Bhim Ekadashi
🎬 Watch Now: Feature Video
રાજકોટના યાત્રાધામ વીરપુર જલારામમાં રવિવારના રોજ બપોરબાદ ભારે પવન ગાજવીજ સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી (Entry of rain in virpur) જોવા મળી હતી. સવારે અસહ્ય બફારો અને ધોમ તડકો હતો ત્યારે બપોર બાદ કાળાડિબાંગ વાદળો છવાઈ ગયા અને ઝરમર વરસાદ (Virpur rain start) શરૂ થતાં વીરપુરની શેરીઓમાં પાણી વહેતા થયા હતા. વીરપુર તેમજ આસપાસના પંથકમાં વરસાદને કારણે રસ્તાઓ પર વરસાદી પાણી વહેતાં થયા હતા. ભારે પવન તેમજ ગાજવીજ સાથે પડેલા ધોધમાર વરસાદે થોડાક જ સમયમાં શેરી-ગલીઓમાં વરસાદી પાણી વહેતા કરી દીધા હતા. વરસાદ પડતાની સાથે જ જગતના તાત એવા ખેડૂતોના ચહેરા પર પણ રાજીપો જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ભીમ અગિયારસના (Vadodara Bhim Ekadashi) તહેવાર નિમિત્તે ખેડૂતો વાવણીના શ્રીગણેશ કરતા હોય છે ત્યારે વાવણી બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે.