Coimbatore Elephant tracking : રેલ્વે પાટા ઓળંગતા જંગલી હાથીઓ પર 24 કલાક દેખરેખ રાખતા નિરીક્ષકો - રેલ્વે ટ્રેક ઓળંગતા જંગલી હાથીઓ પર નજર

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 5, 2022, 7:51 PM IST

કોઈમ્બતુર: પશ્ચિમ ઘાટના પલક્કડ ગેપ દ્વારા તમિલનાડુ અને કેરળ રાજ્ય વચ્ચે પેસેન્જર અને ગુડની ટ્રેનો ચલાવવામાં આવે છે. કોઈમ્બતુરના મદુક્કરાઈથી કેરળના પલક્કડ સુધી લગભગ 24 કિલોમીટરના રેલવે ટ્રેક જંગલ વિસ્તારની નજીક આવેલા છે. 2002થી લઈને અત્યાર સુધીમાં લગભગ 19 વર્ષમાં અત્યાર સુધીમાં મદુક્કરાઈ-પલક્કડ રૂટ પર ટ્રેનની અડફેટે આવીને 29 હાથીઓ (elephants crossing the railway tracks) માર્યા ગયા છે. ગયા વર્ષે એક દુ:ખદ ઘટનામાં, તામિલનાડુના કોઈમ્બતુર જિલ્લામાં નવક્કરાઈ નજીક મેંગ્લોર-ચેન્નઈ એક્સપ્રેસ ટ્રેનની ટક્કરથી 1 ગર્ભવતી હાથીની સહિત ત્રણ હાથીઓના મૃત્યુ (Train elephant accident) થયા હતા. આ ઘટના બાદ વન વિભાગે રેલ્વે ટ્રેક ઓળંગતા જંગલી હાથીઓ પર નજર (Coimbatore Elephant tracking ) રાખવા માટે જરૂરી પગલાં લીધા છે. એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે, લોકો પાઇલોટ્સ મારપાલમથી કાંજીકોડ સુધીના A અને B લાઇન ટ્રેકમાં ઝડપ મર્યાદાનું પાલન કરતા નથી. દરમિયાન, મદ્રાસ હાઈકોર્ટ હાથીના મૃત્યુના (Madras high court elephant death) કેસની સુનાવણી કરી રહી છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.