માત્ર 2 દિવસમાં દ્વારકા થયું પાણીપાણી, જાણો ક્યાં કેટલો વરસાદ પડ્યો... - વરસાદના કારણે લોકોમાં ખુશી
🎬 Watch Now: Feature Video
દ્વારકા જિલ્લામાં અષાઢી મેઘ મહેર જોવા મળી (Heavy Rain in Dwarka) રહી છે. અહીં છેલ્લા 2 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. જિલ્લાના 4માંથી 3 તાલુકા ખંભાળિયા, ભાણવડ અને કલ્યાણપુર વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો હતો. ત્યારે ધોધમાર વરસાદના કારણે (Heavy Rain in Dwarka) ખંભાળિયા તાલુકાના ભાતેલ, ભાળથર, કેશોદ, ઠાકર શેરડી સહિતના ગામો પાણી પાણી થયા હતા. અનરાધાર વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયાં હતાં. તો રસ્તાઓ પર પાણી ફરી વળતા રાહદારીઓ મૂશ્કેલીમાં મુકાયા (Dwarka Locals in Trouble) હતા. બીજી તરફ ધોધમાર વરસાદના પગલે નદી નાળા પણ છલકાયા હતા. ત્યારે ઠાકર શેરડી ગામના ખોડિયાર મંદિરમાં પાણી ભરાઈ ગયું હતું. જિલ્લામાં કુલ વરસાદની વાત કરીએ તો, ખંભાળિયામાં 7 ઈંચ, ભાણવડમાં 3 ઈંચ અને કલ્યાણપુરમાં અડધો ઇંચ વરસાદ વરસતા સાર્વત્રિક ખુશીનો માહોલ (Happiness among the people because of the rain) છવાયો હતો.
Last Updated : Jul 5, 2022, 3:44 PM IST