ગ્રામીણ કોમ્પ્યુટર ઓપરેટરોની માગને લઈને ખેડૂતોને રજીસ્ટ્રેશનમાં કોઈ હાલાકી નહીં પડે : નીતિન પટેલ - Chief Minister Nitin Patel
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ છે. તો બીજી તરફ ચોમાસા દરમિયાન ખેડૂતોને થયેલા નુકસાનના વળતર માટેની અરજીઓ મેળવવાનું કાર્ય શરૂ થઈ રહ્યું છે. ત્યારે આવા સમયે ગ્રામીણ કોમ્પ્યુટર ઓપરેટરોએ પોતાની માગને લઇને કામથી દૂર રહેવાની ચીમકી ઉચ્ચારી છે. આ મુદ્દે બોલતા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, ખેડૂતોએ રજીસ્ટ્રેશનને લઈને ચિંતા કરવાની જરૂર નથી, તેમને પૂરતો સમય અપાશે. તેમની નોંધણીનું કાર્ય અટકશે નહીં. જ્યારે પણ આવું કોઈ મોટું કાર્ય આવે છે, ત્યારે સરકાર સમક્ષ આવા વિઘ્નો આવે છે. તેમ જણાવીને નીતિન પટેલે સરકારી કર્મચારીઓને ગર્ભિત ઇશારો કર્યો હતો કે, તેઓ સરકારનું નાક દબાવવાનું બંધ કરે નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, કાયમી તેમજ કોન્ટ્રાક્ટ પર રખાયેલા કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ આવે તે માટે સરકારે એ દિશામાં કામ કરી રહી છે.